ખબર પડી કે સુરમ્યાની મમ્મીએ આપઘાતનું ત્રાગું કર્યું હતું. પપ્પાએ એને ફરી એકવાર માફ કરી. પણ ગુસ્સાથી તમતમતી સુરમ્યા એની સાથે એક ઘરમાં રહેવા રાજી ન હતી. એણે અનુરવની કહ્યું કે મને થોડા દિવસ તારા ઘરે લઈ જા. અનુરવના ઘરે એ લાવણ્યાને મળે છે. લાવણ્યા અનુરવની મમ્મી છે. અનુરવે એને સુરમ્યા વિશે વાત કરી હતી. સુરમ્યાની અનુરવ પ્રત્યેની લાગણી પ્રેમનું સ્વરૂપ ધારણ કરે એ પહેલા અનુરવના અને એના પપ્પા તરંગના બેકગ્રાઉંડની એને જાણ હોય એ જરૂરી હતું. એટલે લાવણ્યાની ડાયરી લાવણ્યાના સૂચનથી સુરમ્યાને આપવામાં આવી હતી. હવે ખુદ લાવણ્યા અને સુરમ્યા સામસામે હતાં. આવો, પ્રકરણ 15 વાંચીએ