‘તને તો તારો નાનો દિકરો જ વધારે વહાલો છે’ એવું કહીને અર્પિત નાના ભાઈનો પક્ષ લેતી મમ્મીથી રિસાઈ જતો. ત્યારે મમ્મી પ્રીતિ એને ઘણું બધું વહાલ કરીને અને સમજાવીને મનાવી લેતી. ‘તેં જ અમરને લાડ કરીને બગાડ્યો છે.’ કહીને પતિ સુમનભાઈ પત્નીને ખીજવાતા. ક્યારેક કોઈ પુસ્તકમાંથી સારા માં-બાપ બનવાના નિયમો વાંચી સંભળાવતા. પ્રીતિ ને પણ આ વાત સમજાતી, પણ દીકરાને લાડ કરવામાં એ આ વાત પ્રત્યે ‘આંખ આડા કાન’ કરતી.