આપણે ગીતા જેવા મહાન ગ્રંથ ને માત્ર પૂજા માં રાખીએ અથવા કોર્ટ માં તેના સોગંદ લેવા પુરતો જ ઉપયોગ કરીએ છીએ. હકીકત માં તેના જીવન મુલ્યો ને જાણી -સમજી ને જીવન મધુર બનાવી શકીએ તેટલો સૂચક ગ્રંથ છે. માટે જ તો ગીતા ને ભગવાનનું હૃદય કહેવાય છે. આ હૃદય ને આપણે સૌ પ્રેમ કરી આપણું જીવન મહેકતું રાખવાના પ્રયત્ન તો ચોક્કસ કરી શકીએ.