તારું શું કહેવું છે આ વાક્ય તમે ઘણી વાર અલગ અલગ જગ્યા એ અલગ અલગ રીતે સાંભળ્યું હશે, પરંતુ આ વાક્ય ત્યારે સાંભળવું ખૂબ જ ગમે જ્યારે કોઈ વ્યક્તિ પોતાની ગમતી વ્યક્તિ નો મત જાણવા માટે પૂછે કે, બોલ ને યાર, તારું શું કહેવું છે જેમ, કંસ કૃષ્ણ ને શસ્ત્ર ઊંચકી ને પૂછતો હોય અને કૃષ્ણ મીઠી વાંસળી વગાડતો રાધા ને આજ વાક્ય પૂછતો હોય કે, “આ વિશે તમારું શું કહેવું છે, રાધિકે..” એમાં ફેર તો પડે જ ને યાર...