દહેરાદુન શહેરની એક વરસાદી સાંજ અને ઢોળાવવાળાં રસ્તે સ્ટીક લઈને ધીરે ધીરે ચાલતાં પ્રો.સોમેશ્વર ચૌધરી ,કોઇનો અવાજ સાંભળી અટકી ગયાં, 'અરે,ગુડ ઇવનીંગ કેમ છો સર?'કહેતાં ઇન્સ્પેકટર સુજમસીંગે હાથ મેળવ્યો. 'કેમ અત્યારે આ તરફ ?કોઇનો પીછો કરો છો કે કેમ? 'એકદમ એવું તો નહીં પણ આ સ્ટ્રીટ સાંકડી છે એટલે જીપ મેઇનરોડ પર મૂકી ચાલતો જરા એક જણને ત્યાં ઇન્કવાયરી માટે જાંઉ છું.' 'વેરી વેલ. યંગમેન ' અને ગુડ બાય કહીને ઇન્સ્પેક્ટર ઝડપથી ચાલતા બાજુની ગલીમાં વળી ગયો .લગભગ આખું શહેર પ્રો .સોમેશ્વરનાથજી ને જાણતું હતું .અત્યંત સરળ અને લોકપ્રિય વ્યક્તિ.