હોસ્પીટલનું કાચનું બારણું ખુલ્યું. માઉથ-ઓરગન વગાડતો એક યુવક તેના પગથિયા ચડ્યો. 'પેશન્ટ્સ-લોન્જ' માં જ્યાં જગ્યા મળી ત્યાં બેસી ગયો. પગ આગળ-પાછળ ડોલાવતો, ડોકી ઉપર નીચે કરતો, આંખ પણ સ્થિર રાખી શકતો નહોતો. અસ્થિરતા પગથી માથા સુધી છલકાતી હતી. કાઉન્ટર પર બેઠેલી નર્સનું ધ્યાન ખેંચાયું. તેની હરકતો જોઈ રહી. દેખાવ જોતાં તે માનસિક-રોગી લાગ્યો. તેની બાજુમાં ઉભેલી નર્સે તેને હળવો ધબ્બો મારતાં કહ્યું – 'એ...તો પેલો ગાંડો અમર છે. તારી શેરીમાં જ તો રહેવા આવ્યો છે. તને કઈ ખબર નથી રીટા ?'