પ્રેમની મોસમ

(51)
  • 5.5k
  • 10
  • 1.2k

રોજની જેમ આજે પણ સંધ્યા સાંજના સમયે કોમર્સ કોલેજની પાસે આવેલા ગાર્ડનના ફરતે બે ચાર આંટા મારીને એક નિયત બાંકડે આવીને બેઠી. તેણે ગાર્ડનમાં આમ તેમ નજર ફેરવી, જાણે કોઈને શોધતી હોય, પરંતુ એવું કંઈ નજરે ન ચડતાં અંતે તેણે એક નિસાસા સાથે ચશ્માં કાઢીને કાચ લૂછ્યા. ફરીથી ચશ્માં પહેરીને ગાર્ડનનું અવલોકન કરવા માંડી, ખાસ કરીને ગાર્ડનમાં આવેલા તેનાં વરસો જૂનાં મિત્રો જેવાં આસોપાલવ, સરુ અને લીમડાનાં ઝાડનું.