કુંડલિની શકિત

(46)
  • 19.7k
  • 14
  • 5.2k

માનવીની કાયામાં બેઠેલી ઉચ્ચ આધ્યાત્મિક શક્તિને કુંડલિની કહે છે.સારાયે બ્રહ્માંડને અને માનવ પિંડને ધારણ કરવા વાળી શકિત આ કુંડલિની શકિત છે.આ શક્તિ ભગવાન વિષ્ણુની નિર્ભયા શકિત ગણાય છે. આ જીવ રૂપિણી શકિત છે.જે કુંડલોવાળી પ્રાણાકાર અને તેજોમયી છે.પોતાના સદગુરુની પ્રસન્નતા પ્રાપ્ત કરનાર શિષ્ય, ગુરુદ્વારા થતી શકિતપાતની ક્રિયા દ્વારા પણ આ શકિત પ્રાપ્ત કરી લે છે. શ્રી રામકૃષ્ણ પરમહંસે આવો શકિતપાત કરીને પોતાના શિષ્ય નરેન્દ્રને (સ્વામી વિવેકાનંદને) આ શકિત અર્પી હતી.આ રીતે શિષ્યની કાયામાં સુષુપ્ત અવસ્થામાં પડેલ કુંડલિનીને, સદગુરુનો એકાદ શકિતપાત જાગૃત કરી શકે છે.જેમને આવી ગુરુકૃપા મળી નથી તેઓએ ગુરુના માર્ગદર્શન હેથળ અભ્યાસ કરવાનો રહે છે.