ઘુમલી ગામ એક વખતના સમયમાં ગુજરાતની રાજધાની રહી ચુકેલ. આશરે ૭મી સદીમાં ઘુમલી શહેર બાંધવામાં આવ્યું હતું. જેઠવા વંશમાં શ્રીનગર (પોરંબદર)થી ખસેડી અહીં ઘુમલીને જેઠવા રાજની રાજધાની બનાવવામાં આવી હતી. ભાણ જેઠવા હાર્યા ત્યાં સુધી ઘુમલી (આશરે ૧૩૧૩સુધી) રાજધાની તરીકે રહેલ, અને ત્યારબાદ તેને રાણપુર ખાતે ખસેડવામાં આવી. ઘુમલી ખાતે માતા આશાપુરાનું મંદીર આવેલ છે. આ મંદીર પણ પ્રાચની છે. ઘુમલીમાં આવેલ નવલખો મહેલ ૧૧મી સદીમાં જેઠવા રાજવીઓ દ્વારા બનાવવામાં આવેલ. અહીં આવેલ સૂર્ય મંદીર ગુજરાતનું પ્રાચીનત્તમ સૂર્ય મંદીર મનાય છે. નવલખો એ સમયે નવ લાખના ખર્ચે બંધાયો હોવાનું મનાય છે, કદાચ આથી જ તેનું નામ નવલખો (નવ લાખ) રાખવામાં આવ્યું.