Acid Attack (Chapter_9)

(37)
  • 4.1k
  • 2
  • 1.4k

અનુ દીકરા... સાંભળે છે ને તું તો સાંભળ તારો સાચો ગુનેહગાર તારો બાપ નથી પણ હું છું. એને ક્યારેય આ સબંધ બદલ ગુનેહગાર સમાજની ભૂલ ન કરતી દીકરા. મારા પ્રત્યેનો તારા પિતાનો વિશ્વાસ છે, એવા દોસ્ત પર કરેલો વિશ્વાસ જે એના સગા ભાઈ કરતા વધુ એવા મિત્રના વિશ્વાસને પણ જાળવી ના શક્યો. કદાચ હું મારા દીકરાની ભૂલો થોડીક જાણતો હતો પણ, આટલી હદે, આ હદે બની જશે એની તો મને સપનેય આશા પણ ના હતી. કદાચ હું આ ઘટના રોકી શક્યો હોત પણ એક દીકરી ન હોવાની ખોટ અને તને આ ઘરની દીકરી સ્વરૂપે જોવાનો મોહ જ જોને આજ તારા જીવનમાં અંધકાર બનીને ત્રાટક્યો છે. મારી ભૂલ કદાચ તારા માટે પણ ભુલાય એવી નથી પણ, દીકરા એક વાત જરૂર કહીશ તને મેં હમેશા મારી દીકરી સ્વરૂપે જોઈ છે એ સબંધે આ અભાગા બાપની ભૂલ શક્ય હોય તો માફ કરજે... give ur valuable feedback...