વોઈસલેસ વેદશાખા

(49)
  • 4.5k
  • 7
  • 2.7k

શું વિચારે છે આ બધું શું કામનું અરે.. પુસ્તકનું પ્રમોશન તો કરવું પડે ને.. આનાથી તને વધુ વાંચકો મળશે.. મને તુ જોઈએ છે! વાંચકો નહિં. વેદાંતનું મન આ કહેવા માગે છે પણ તે બોલી શકતો નથી. સંબંધનું કોઈ મૂલ્ય નથી. તે નિભાવવા માણસ બધુ જતુ કરવા તૈયાર છે. મૅડિકલ સાયન્સ અને ટેક્નોલોજીની આ જુગલબંધીએ લોકોને જાગતા કરી દિધા છે. તેઓ આજે યુવાનોના પ્રેરણાસ્ત્રોત બની ગયા છે. વિશાખા અને વેદાંતને પણ આશા નહોતી કે તેઓ આ રીતની સફળતા પામશે. પોતાની મુશ્કેલી દૂર કરવા મથી રહેલો વેદાંત આજે ઘર-ઘરમાં પ્રખ્યાત છે. દરેક મા-બાપ તેના ઉદાહરણથી પોતાના બાળકને આગળ વધવા સમજાવે છે. આ બાજુ વિશાખાની પસંદગી પર વેદાંતનું જીવન ટકેલું છે. તે પોતે વિશાખા માટે મરી પડવા પણ તૈયાર છે. પેલા જ મૈં કહ્યુ તુ.. નહિં જવા દઉં.. એમ.. વેદાંત મોબાઈલમાં મેસેજ લખે છે. મને જવુ પણ નહોતું..વેદાંત મૈં તારી સાથે બહુ જ ખોટું કર્યું..મારા સ્વાર્થ ખાતર આવી છું.. તો શું પ્રેમ નથી વિશાખાની આંખમાંથી આંસુ સરી પડે છે. વિશાખા મોઢા પર આંગળી રાખીને ચુપ રહેવાનો ઈશારો કરે છે અને પછી બંને એકબીજામાં ખોવાઈ જાય છે..