અને મારી સ્વપ્નસ્રુષ્ટિ કડડડ..ડ ભૂસ ! હાથમાં રહેલી પેન પણ વિચારો સાથે એક ઝાટકા સાથે અટકી ગઈ. મારી નજર સામે રહેલાં ફૂલ્સ્કેપનાં પાના પર પડી અને હૈયું ધક્ક..આ મેં શું કરી કાઢ્યું હતું વિચારોના જંગલમાં ભૂલી પડેલી એવી મેં બેધ્યાનપણે સામેના કાગળમાં તારું નામ ચીત્તરી કાઢેલું..આખું પાનું ભૂરાં ભૂરાં ટ્રાફિકથી ચક્કાજામ…ત્યાં તો આશ્ચ્રચર્યનો ઝાટકો દિલ -દિમાગને હલબલાવી ગયો.આ તારું નામ ક્યાં હતું આ તો... આ તો... મેં મારું નામ લખેલું..જે તારા નામમાં સમાઇને સોંસરવું નીકળી ગયેલું, બેમાંથી એક થઈ ગયેલું. આંખો ફાડીને એ ચાડીયા કાગળને નિહાળી રહી હતી ત્યાં તો મમ્મી કોફી -બિસ્કીટની ટ્રે સાથે બારણામાં દ્રશ્યમાન થયાં અને બધો નશો સબાકા સાથે છૂ…ઉ..ઉ…ઉ! to read full story download book and give ur valuable feedbeck too. thnx