બા તું કયાં હશે

  • 3.7k
  • 1
  • 870

બા તું કયાં હશે ? મને હું સમજાયો છું પોક મૂકી રડવું છે બા તું કયાં છે? તારા એ ખોળામાંથી પાછા જડવું છે બા તું કયાં છે? ઘડપણના આરે ઊભો છું અને હવે સમજાઈ રહી તું, તું કહેતીતી એવું આ જીવન ઘડવું છે બા તું કયાં છે? સાવ અભણ તારી એ વાતો ખૂબ હવે મઘમીઠી લાગે, જે દેખાયુંતું મીઠું એ તો કડવું છે બા તું કયાં છે? અંધ છતાં પ્રગટાવી દીધો રોજ રાહ સાંજે જોતી’તી, સવાર થઈ તારા જીવનમાં ઊઘડવું છે બા તું કયાં છે? દોડી જોયું બધેય સઘળે સુખ વેચાતું કયાંય ન મળે, તું બેઠી છે એ હિંમત પર