આગળ ભાગ 4 મા આપે જોયુ કે,અનમોલ બેભાન હાલતમાં દવાખાનાના બેડ પર સુતો હતો. જાનવી અનમોલ પાસે જઈ હળવેથી તેમના માથા પર હાથ ફેરવે છે. જાનવીનો સ્પર્શ થતા થોડી જ વારમાં અનમોલ ભાનમાં આવી જાય છે. જાનવીના કઈ પણ કહ્યા વિના જ અનમોલ તેમને ઓળખી જાય છે. પહેલી વાર બંને એક બીજાને મળ્યા હતા આમ છતાં એ મિલનમાં સાચો પ્રેમ, લાગણી અને સંવેદનાની મીઠી હૂફ હતી. બંનેએ એકબીજા પ્રત્યે એવું જ અનુભવ્યું કે એમનો એકબીજા સાથે કોઈ સંબંધ નહિ પણ ઋણાનુંબંધ હોય. બંને એકબીજાને શબ્દો વિના માત્ર આંખોના આંસુ દ્વારા પોતાની મનોવ્યથા જણાવી રહ્યા હતા. થોડીવાર મૌન રહ્યા બાદ જાનવી પોતાનો બધો જ ગુસ્સો અનમોલ પર ઉતારે છે પરંતુ એ ગુસ્સામાં પણ અનમોલ પ્રત્યેનો સાચો પ્રેમ વ્યક્ત થતો હતો. હવે આગળ...