ધક ધક ગર્લ - ભાગ ૧૫

(78)
  • 5.9k
  • 6
  • 2k

તો આજે સાંજે મારે ધડકનનાં ઘરે જવાનું આમંત્રણ છે, તેનાં પેરેન્ટ્સને મળવા માટેનું. હવે..આમંત્રણ છે કે પછી સમન્સ નીકળ્યું છે મારા નામનું તે તો દેવ જાણે. અને મેં પણ હવે જયારે તે માટે હા પાડી જ છે તો તો પછી જવું જ રહ્યું. આજે નહીં તો કાલે આ કામ કરવું તો પડશે જ. ત્યાં કેવું સ્વાગત થવાનું છે, કાળના પેટમાં શું છે એ હું કાળા માથાનો માનવી તો શું જાણી શકવાનો..! . ધકધક ગર્લ - એક સીધીસાદી પ્રેમ-કહાની એક માસુમ યુવાનની..માર્ગમાં આવતા નાના મોટાને વિઘ્નોને પાર પાડી પોતાની પ્રેમિકાને પામવા પ્રતિબદ્ધ એવા આ યુવાનની મનોગત એટલે ધકધક ગર્લ.