રેડલાઇટ બંગલો ૬

(536)
  • 19.5k
  • 12
  • 12.7k

અર્પિતા હવે પછી શું કરવું તેના જુદા જુદા વિચાર કરતી ઘર પાસે આવી ગઇ તેનો ખ્યાલ જ ના રહ્યો. આખું ગામ ઊંઘતું હતું. સારું થયું કે રસ્તામાં કોઇ મળ્યું નહીં. તેણે ઘરના ઓટલા પાસે આવીને જોયું તો ઘરને બહારથી કડી લગાવેલી હતી. તેને નવાઇ લાગી. મા અત્યારે ક્યાં ગઇ હશે તે પાછળના દરવાજે ગઇ. દરવાજો ખેંચી જોયો તો બંધ હતો. બાથરૂમ અને સંડાસની કડી પણ બંધ હતી. એટલે આગળના દરવાજે પાછી આવી અને કડી ખોલી અંદર ગઇ તો બંને નાના ભાઇ-બહેન ઘસઘસાટ ઊંઘતા હતા. તેણે પોતાની બેગ બાજુ પર મૂકી અને બંનેને વ્હાલ કરી ચુંબન કર્યું. બાજુમાં માની પથારી ખાલી હતી. તે શંકા અને ડરથી ધ્રૂજી ઊઠી.