વિલાજ ગ્રહની મુલાકાતે..

(23)
  • 4.5k
  • 1.4k

પાંચ વર્ષનો જલજ થોડો ઉદાસ હતો, કારણ આજે વેકેશનનો છેલ્લો દિવસ હતો. વેકેશનનો દોઢ મહિનો ક્યાં નીકળી ગયો એ ખ્યાલ જ નહોતો આવ્યો. થોડા દિવસો મામાને ત્યાં જલસા કર્યા અને થોડા દિવસો ઘરે આવેલા કઝીન્સ સાથે સાથે ધમાલ મસ્તી કરી ત્યાં તો વેકેશન પૂરું થવા આવ્યું. તેના કઝીન્સ જન્ય, મુદિત અને વિહાન ની પણ સ્કુલ ચાલુ થતી હોવાથી આજે જ તેમને ઘરે ગયા હતા એટલે એકલો પડેલો જલજ વધુ ઉદાસ હતો. તેની મમ્મીથી તેની આ ઉદાસી છુપી ના રહેતા કહ્યું “ચલ, ફૂટબોલ રમીએ.”