ધીરે ધીરે સ્વાતિના સંગાથમાં અપેક્ષિત પ્રિયાનું દુઃખ ભૂલવા લાગે છે. બંનેને હવે બીજાની આદત પડી જાય છે. એકબીજા વિના બિલકુલ રહી શકતાં નથી. ફોન, મેસેજીસ સિવાય લંચ, ડીનર અને કોફી માટે અવારનવાર સાથે જાય છે. મુંબઈના જુદાં જુદાં રેસ્ટોરન્ટમાં, મોલ્સમાં તેમજ આઉટીંગ માટે અલગ અલગ બીચીઝ પર સાથે જતાં હોય છે. બધું જ એકધારા વહેણમાં ચાલતું હોય છે તેમાં એક દિવસ સ્વાતિની તબિયત સારી ન હોવાથી તે ઓફિસ જતી નથી. સાંજે ઓફિસથી છૂટી અપેક્ષિત તેની ખબર કાઢવા તેના ઘરે જાય છે ત્યાં નીચેથી તેના ફ્લેટની લાઈટ બંધ દેખાતાં તે સ્વાતિને કોલ કરે છે પણ નો રીપ્લાઈ થાય છે. તેણે ચિંતા થતાં તે સ્વાતિના ફ્લેટ પર પહોંચીને જોવે છે તો ફ્લેટનું મેઈન ડોર ખૂલ્લું હોય છે પણ લાઈટ્સ બંધ દેખાતાં તે વધુ ગભરાઈ જાય છે અને માંડ માંડ લાઈટની સ્વીચ ઓન કરી શકે છે પણ અંદરનું દ્રશ્ય જોતાં જ તે થીજી જાય છે......હવે વાંચો આગળ....