એક હતી ગોટી

(17)
  • 4.7k
  • 4
  • 1.2k

‘શૈલી, ઉઠી જા બેટા. જો આ ચકલી બારીની પાસે બેઠી બેઠી ‘શૈલી ઊઠ’ ‘શૈલી ઊઠ’ એવું કહે છે. સંભળાય છે તને ?’ આંખો ચોળતી શૈલી ઉઠતાંવેત ચકલીના ‘ચીં’ ‘ચીં’ માંથી ‘શૈલી’ સાંભળવા કાન સરવા કરવા લાગી. તેની આંખોમાં પ્રશ્નાર્થ ચિન્હ ઊભરી આવતું જોઈ પૃથા હસી પડી. ‘અરે બકા... ચકલી કંઈ આપણી જેમ થોડી બોલે ? પણ જો તારી સામે જોઇને ચીં ચીં કરે છે કે નહીં ?’ એટલે તને જ કહેતી હોય સમજી ?