આ ધરતી પર સજીવ સૃષ્ટિની રચના થઇ અને ભાષાની શોધ થઇ ત્યારથી લઈને અત્યાર સુધી, અર્ધી દુનિયા બાકીની અર્ધી દુનિયાને આ સો કોલ્ડ પ્રેમ નામની ફીલિંગ વિષે લખી કે કહી ચુકી હશે! અગણિત શબ્દો, અવનવી લાગણી, નિતનવા વિશેષણો, પણ ફીલિંગ એક જ. લવ. એથી જ કદાચ તમને આ વિષય બોરિંગ અને ભોરીંગ લાગતો હશે. જોકે આમાં હું પણ તમારા મત નો જ છું. મને ય આ સો કોલ્ડ પ્રેમ, પ્યાર, ઈશ્ક, મહોબ્બત, પ્રણય, હેત, સ્નેહ, લવ, ફીલિંગ, લાગણી, અને સાદી ભાષામાં કહું તો લફરું, સેટિંગ ઈત્યાદી કદી સમજાયું નથી. આથી જેટલું સમજ્યો છું. કાગળ પર ઉતાર્યું છે.