ધક ધક ગર્લ - ભાગ ૧૪

(78)
  • 5.6k
  • 4
  • 1.9k

મારી એક્સ-પ્રેમિકા ધડકનનું કહેવું એકદમ સાચું હતું. મેં ભલે તેની સાથે બ્રેકઅપ કરી લીધું હોય પણ મારું મન તો હજીયે એ વાત માનવા તૈયાર જ નહોતું કે અમે બંને જુદા થઇ ગયા છીએ, અને ધડકન મારા આયુષ્યમાં હવે ક્યારેય નહીં આવે. આવતીકાલે જો ધડકન એમ કહે કે તેનાં લગ્ન થવાના છે, કે મારા ઘરવાળાઓ જો મારા માટે બીજી છોકરી પસંદ કરે, તો શું આ બંને વખતે ચુપ રહીશ કે ઈમ્પોસીબલ..! શક્ય જ નથી આ વાત. હું અહીંનું ત્યાં ફેરવી નાખીશ. આખી દુનિયા ઉથલપાથલ કરી નાખીશ પણ આ બન્નેમાંથી એક પણ વાત થવા નહીં દઉં. ધડકન મારી છે, ફક્ત મારી જ..! ધક ધક ગીર્લ, પોતે જ જાણીજોઈને કરેલા બ્રેકઅપ બાદ પણ પોતાની પ્રેમિકા તરફ અદમ્ય આકર્ષણ અનુભવતા એક માસુમ યુવાનની મૂંઝવણભરી પ્રેમ-કથા.