લાલચ ની લડાઈ

(25)
  • 5.1k
  • 6
  • 1.2k

એક હતો વાંદરો , જંગલમાં મોજથી ફરતો. જે ખાવું હોય તે ખાતો પછી ઝાડ પર સુઈ જાતો. એનું જંગલ એના મિત્રો થી ભરેલું હતું. સસલા , શિયાળ , હરણ ,મેના ,પોપટ , મોર બધા સાથે રહેતા. બધા પોતાની મરજીના માલિક હતા. આખું જંગલ બધાનું હતું. કોઈ ગુલામ ન હતું અને કોઈ માલિક પણ ન હતું. અત્યાર સુધી વાંદરો ને એની પત્ની બને એકલા હતા અને પોતા માટે ખાવાનું શોધી લેતા હતા . હવે વાંદરાને ત્યાં બચ્ચું આવ્યું , વાંદરાનું કામ વધ્યું , પોતાની પત્ની અને બચ્ચા માટે એને ખોરાક શોધી ને લાવવાનો હતો.