ઓપરેશન અભિમન્યુ - ૫

(79)
  • 4.6k
  • 1
  • 1.6k

આજે હું પલ્લવીને સાત વર્ષ પછી મળી રહ્યો હતો. હું નહતો જાણતો કે આ દરમ્યાન તેણે પોતાની લાઈફ કેવી રીતે વિતાવેલી છે. હું એ પણ નહતો જાણતો કે તે વારંવાર પોતાના બાળક સિવાય આ દુનિયામાં કોઈ ન હોવાનો ઉલ્લેખ શા માટે કરી રહી છે. કદાચ તે સાચું બોલતી હોય. આ બાબતે મને રાઘવની સલાહ લેવાનું સુજ્યું. મેં તેને ફોન જોડ્યો પરંતુ તેણે મારો ફોન કાપી નાખ્યો. ત્યારબાદ રિમાન્ડ હોમનો દરવાજો ખુલ્યો અને રાઘવે પ્રવેશ કર્યો.