એક બહુ જ જુનુ વાક્ય છે, બાળક એ આવતી કાલનું ભવિષ્ય છે. જો યુવા પેઢીને યોગ્ય શિક્ષણ ન મળ્યુ તો આવતી પેઢી ગુસ્સે ભરાવાની જ છે. એ અત્યારે દેખાઈ રહ્યુ છે. એક તરફ ઢગલાબંધ એન્જીનીયરો અને ડોક્ટરો પેદા થઇ રહ્યા, અને એના પછી પણ એ લોકો એન્જીનીયર કે ડોક્ટરોનું કામ તો નથી જ કરતા. જે કરે છે એ લોકોને સંતોષ નથી. તો શિક્ષણ પદ્ધતીમાં એવી તો કેવી ભુલો છે જે માણસની ઉત્ક્રાંતિમાં ભળી ગઇ છે આવો એના પર હું અને તમે વિચાર કરીએ. પ્રસ્તુત કરી રહ્યો છે ઓશોના શિક્ષણ પરના વિચારો ઉપરના ચિંતનની સીરીઝ શિક્ષણમાં ક્રાંતિ. આશા રાખુ છું તમને ગમશે. તમે પણ તમારા વિચારો જણાવજો.