આપણા શરદબાબુ વિનોદ ભટ્ટ લાઈબ્રેરિયનનો ઈન્ટરવ્યૂ આપવા આવેલા એક ઉમેદવારને અમે પૂછ્યું: ‘આપણી ભાષાના ત્રણ નવલકથાકારનાં નામ બોલો.’ તેણે તરત જ જવાબ આપ્યો: ‘કનૈયાલાલ મુનશી, શરદબાબુ અને રમણલાલ વસંતલાલ દેસાઈ.’ શરદબાબુવાળો જવાબ આમ તો સાચો ના ગણાય, પણ અમને તે ગમ્યો હતો. આપણે ત્યાં મુનશી અને ર.વ. દેસાઈની સાથે શરદબાબુ પણ એટલા જ રસથી વંચાતા અને આજેય તેમનું કોઈ પુસ્તક હાથમાં આવી જાય તો આપણી ગૃહિણીઓ તે વાંચતાં વાંચતાં પોતાની આંખની પાંપણ ભીની કરી લે છે. વર્ષો પૂર્વે મારા પડોશીની પત્ની શરદબાબુની ‘વિરાજવહુ’ નવલકથા વાંચતી વખતે ચોધાર આંસુએ રડી પડેલાં ત્યારે પાડોશીએ મને કહેલું કે, ‘આ શરદબાબુ જબરો લેખક કહેવાય,