રોતલ દેડકી

(25)
  • 5.1k
  • 3
  • 1.3k

એક હતી દેડકી. એનું નામ હતું રૂબી પણ જ્યારે જુઓ ત્યારે એ રોતી જ હોય....એટલે જંગલમાં બધાએ એનું નામ પાડી દીધું રોતલ ! એ સાવ ધીમું ધીમું બોલે ‘ડ્રાંઉ ડ્રાંઉ’ ... અને બધાને સંભળાય ‘વાંઉ વાઉં’. એ જેવી કુવા પાસે આવે અને બધા દેડકા નાસી જાય, “એ રોતલ આવી. ....ભાગો રે ભાઇ ભાગો” આ દેડકી કોઇને ગમે નહીં. એ કનુ કાચબા પાસે ગઇ. “જુઓને કનુકાકા, આ કોઇ દેડકા મારી દોસ્તી કરતા નથી.. હું જઉં ને બધા ભાગી જાય છે.” કહેતાં રુબી રડવા માંડી..