છોટી સી બાત (૧૯૭૫) જીવનલક્ષી હળવી ફિલ્મ બાસુ ચેટર્જી સ્વચ્છ અને હળવી ફિલ્મોના સજર્ક. છોટીસી બાત એક હળવી જીવનલક્ષી કૉમેડી છે. અહીં જીવનને પોઝીટીવ અને આક્રમક બનાવવાનો સંદેશ અપાયો છે. કોઇ પણ સ્થૂળ પ્રયાસ વીના હળવાશથી સર્જાતા રમુજી પ્રસંગો અહીં આલેખાયા છે. બાસુ ચેટર્જીને આ ફિલ્મ માટે બેસ્ટ સ્ક્રીન પ્લે રાઇટરનો ૧૯૭૭નો ફિલ્મ ફેર ઍવોર્ડ મળ્યો હતો. નિર્માતા : બી.આર.ફિલ્મ્સ-બી.આર.ચોપરા અને બાસુ ચેટર્જી કલાકાર : અમોલ પાલેકર-વિદ્યા સિન્હા-અશોક કુમાર-અસરાની-રાજેન્દ્ર નાથ-ગેસ્ટ આટર્ીસ્ટ : ધર્મેન્દ્ર-હેમા માલીની-અમિતાભ બચ્ચન-સુજીત કુમાર અને ઝરીના વહાબ કથા : પટકથા-સંવાદ-દિગ્દર્શન : બાસુ ચેટર્જી કોમેન્ટરી : કમલેશ્વર વધારાના સંવાદ : શરદ જોશી ગીત : યોગેશ સંગીત : સલીલ ચૌધરી