ફિલ્મી ગીતોમાં કાવ્યતત્વ

  • 3.8k
  • 1.3k

ફિલ્મી ગીતોમાં કાવ્યતત્વ હર્ષ બ્રહ્મભટ્ટ અસર્રર ઉલ હસન ખાન? એ કોણ? ઉત્તરપ્રદેશનાં સુલતાનપુરમાં તારીખ ૦૧ ૧૦ ૧૯૧૯નાં રોજ જન્મ્યા હોવાથી ‘સુલતાનપુરી’ અને ‘મઝરૂહ’ તખલ્લુસ રાખ્યું હોવાથી ‘મઝરૂહ સુલતાનપુરી’. હા, અસર્રર ઉલ હસન ખાન એ મઝરૂહ સુલતાનપુરીનું મૂળ નામ હતું. તેમના પિતા અંગ્રેજ સરકાર સમયના પોલીસખાતામાં હતા. તેઓ નહોતા ઈચ્છતા કે તેમનો પુત્ર અંગ્રેજી શિક્ષણ પ્રાપ્ત કરે તેથી તેમણે મઝરૂહને મદરેસા શિક્ષક પાસે ભણવા મૂક્યાં જ્યાં મઝરૂહે સાત વર્ષનો કોર્સ કરી દર્સ-એ- નિઝામીની ઉપાધી મેળવી. આ શિક્ષણમાં અરેબીક અને પર્સિયન ભાષાઓનો વિસ્તૃત અભ્યાસ તથા ધાર્મિક બાબતોનું શિક્ષણ સમાવિષ્ટ હતા. ત્યાર બાદ તેમણે ‘અલીમ’ની ડિગ્રીનું પ્રમાણપત્ર મેળવ્યું. પછી તેઓ લખનૌની તકમીલ-ઉત-તીબ કોલેજ ઓફ યુનાનીમાં