પૃથ્વી પર અગણિત જીવ સૃષ્ટિમાં પશુ-પંખી, પ્રાણી અને માનવ સૃષ્ટિમાં ચિત્ર-વિચિત્રતા હોય છે. રજાનો દિવસ હતો બાળકો સોસાયટીના મેદાનમાં જુદી જુદી રમતો રમતા હતા તો કોઈ પતંગ ચગાવતા હતા પણ પ્રાન્સુની પતંગ થોડી ચડી બાજુના લીંમડાના ઝાડની ડાળીમાં ફસાઇ ગઇ ! પ્રાન્સુ એ બે ત્રણ વાર ખેંચી પણ નીકળી નહીં, એ ફસાયેલી ડાળીની ઉપરની ડાળી પર કાગડો આમતેમ માથુ હલાવતો કાંઇક જોતો બેઠો હતો, ડાળી હલવાથી થોડો ડરી ગયો હોય તેમ એકા એક તે પોતાની પાંખ ફફડાવતો ઉડ્યો.