હવે સંબંધો અનલિમિટેડ થઈ ગયા છે. કેટલાં બધા કોન્ટેક્ટસ આપણા મોબાઇલમાં હોય છે. દુનિયાના ગમે તે છેડેથી ગમે તે વ્યક્તિ આપણને મેસેજ કરે છે. વર્તુળ એવડું મોટું થઈ ગયું છે કે આપણે પોતે જ તેમાં ભૂલા પડી જઈએ. એક સમયે મિત્રો બહુ થોડા હતા પણ મૈત્રી ગાઢ હતી. આજે મિત્રો અનેક છે પણ દોસ્તીને શોધવી પડે છે.