મોટી ચકલી નાનો વાઘ

(17)
  • 5.9k
  • 8
  • 1.5k

એક મોટું જંગલ હતું. એમાં વાઘ રહે, હરણાં રહે, ખીસકોલી રહે, વરૂ રહે, જંગલી ભેંસો રહે, વાંદરાં, અને સસલાં રહે. વળી જાત જાતનાં પક્ષીઓ – મોર, પોપટ, મેના, કબુતર, કાગડા, હોલાં, લેલાં, ગીધ, મરઘી, અને ચકલી પણ રહે ! પક્ષીઓ એક ડાળથી બીજી ડાળ ઉડયા કરે ને મજાક મસ્તી કર્યા કરે. મોર ટેંહૂંક.... ટેંહૂક....કરે, પોપટ ટવા... ટવી..... કરે, મેના કૂહૂક.... કૂહૂક..... કરે, કાગડા કવા.....કવા... કરે, લેલાં લેઉઉઉઉ....લેઉઉ.. કરે, હોલાં ત્રુ.....ત્રુ... કરે, મરઘી ટવુંક....ટવુંક... કરે, ચકલી ચીં...ચીં કરે, અને ગીધ મુંગુંમંતર બેસી રહે.