કલા દ્વારા માણસ પોતે પોતાની જાત દુનિયા સમક્ષ છતી કરતો હોય છે. દોસ્તો, આર્ટ જ એક એવી વસ્તુ છે જે કોઈ પણ પ્રકારના દાબ વિના અને પરાણે ન કરવામાં આવે તો જ એ ઉજાગર થાય છે. એટલે જ, કલાકારો ની કોઈ ઓફીસ હોતી નથી. તે દુનિયા ની સંવેદનાઓ ને આંખ માં ભરી પોતાનાં વિચારો દ્વારા કઈક નવું જ સર્જન કરી દેખાડે છે. જે મજબુરીમાં કરવામાં આવે છે, એ કામ છે અને જે ખુશીથી કરવામાં આવે છે, તે કલા છે.દરેક માણસ ની અંદર એક કલાકાર છે, બસ તેને ગમતું કામ કરવાનો સમય આપવો પડે, જે રીતે સ્ટીવ જોબ્સ, ફ્રેકલીન, આલ્વા એડીસન થી લઈને આજે સચિન, લતા અને છેક કપિલ શર્મા સુધી નાં દરેકે આપ્યો છે.