મારી મન:સ્થિતિ ત્યારે એવી હતી કે મનમાં ચાલી રહેલ ઘમાસાણની વાત મારે કોઈ સાથે તો શેઅર કરવી જ હતી. ચોક્કસ કોઈ પાસે તો મારે મારું હૈયું ઠાલવવું હતું. સ્વામી આમ તો સાવ પારકો જ માણસ હતો, પણ કદાચ એટલેજ..તે મને આ કામ માટે એકદમ યોગ્ય લાગ્યો કારણ બહુ ક્લોઝ નહીં હોવાને કારણે તેનો ઓપીનીયન કોઈ પણ પૂર્વગ્રહ કે ઈમોશન વગરનો એકદમ મક્કમ જ હોવાનો તેવું મને લાગ્યું, અને એટલે જ હું તેને ઓફિસની કેન્ટીનમાં લઇ ગયો. ત્યાં ગયા પછી અથથી ઇતિ..એકડે એકથી અત્યાર સુધીની..તન્વીથી માંડીને ધડકન સુધીની બધી જ વાત તેને કહી સંભળાવી. . લવ ઈઝ બ્યુટીફૂલ થિંગ થન્મય..! -બધું સાંભળી લીધા બાદ સ્વામીએ તેના ટીપીકલ પ્રાદેશિક ઉચ્ચારો સાથે કમેન્ટ કરી- બટ મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ..લોટ ઓફ કોમ્પલીકેશન કમ વીથ ઈટ. સો યુ મસ્ટ ચૂઝ વાઈઝલી. દેખો, ઇફ યુ રીઅલી લવ યોર પેરેન્ટ્સ..તો ફિર બેટર ગેટ આઉટ ઓફ યોર રીલેશનશીપ વિથ ધડકન બીફોર ઈટ ગેટ્સ ટૂ લેઇટ . તો એનો મતલબ એ કે આ જ ઓપ્શન બરોબર હતું. મારું મન સુદ્ધા મને આ જ કહેતું હતું અને હવે સ્વામીએ પણ આ જ સલાહ આપી. એટલે સ્વામીની સલાહે બક્ષેલી મક્કમતાને કારણે ધડકન સાથેનો મારો બે દિવસ જુનો સંબંધ મેં હવે પૂરો કરી નાખવાનો નિશ્ચય કર્યો. . ધક ધક ગર્લ..એક માસુમ નિર્દોષ યુવાનની મૂંઝવણભરી પ્રેમ-કથા. .