એ રાત તો કેમ ભૂલાય એ સવારથી કઈક બેચેની જેવુ લાગતું હતું ને સાથે થોડો થાક લાગતો હતો . ક્યારેક પેટમાં કોઈક વલોણું ફેરવતું હોય એવો દુખાવો થતો હતો . મીના આજે સવારથી બહાર હતી ને ફઈબા એના કામમાં . ઘેર હું એકલી રહેવાની હતી . થોડી વાર તો થયું ફઈબાને વાત કરું પણ ના ના ..એ હમણાં એમની સંસ્થાની મીટિંગમા જવાના હતા . ચૂપચાપ મોઢું ઓશિકામા દબાવીને સૂતી રહી ..સહન ન થયું તો માથાનું ઓશીકું પેટ નીચે દબાવ્યું .