ઓપરેશન અભિમન્યુ:પ્રકરણ-૪

(77)
  • 3.9k
  • 3
  • 1.5k

પલ્લવી રસોડામાં જતી રહી અને એસપી સાહેબ પણ બેડરૂમમાં જતા રહ્યા. નિહારીકાએ સોફા ઉપર બેઠક લીધી અને સામેની દીવાલ પર રહેલી ફોટોફ્રેમને એકીટસે જોવા લાગી. તેના મનમાં ઘણા સવાલ ઉઠ્યા. એસપી સાહેબના અરેંજ મેરેજ કદાચ ન હોઈ શકે. શું તેમના લવ મેરેજ થયા હશે. કાલે એમણે જે વાત કરી એના પરથી લાગ્યું કે પલ્લવી જ પેલી મેટ્રોવાળી ઘટના માટે જવાબદાર છે તો શું એસપી સાહેબે એક ગુનેગાર સાથે લગ્ન કર્યા અને ઓપરેશન અભિમન્યુનો ઉલ્લેખ થતા મેડમે કેમ અચાનકથી પોતાનો મૂડ બદલી લીધો. ઘણા સવાલો હતા જવાબ ફક્ત આગળની વાર્તા સાંભળવાથી જ મળવાનો હતો. આ બધા પ્રશ્નોના જવાબ મેળવવા તમે પણ વાંચો આગળની વાર્તા...