યંગ-એજમાં એજ્યુકેશન એન્ડ કરિઅર, આ બે ધરી ઉપર જિંદગી હાલકકડોલક થતી હોય છે. જો એજ્યુકેશનનો પાયો પાકો હશે તો કરિઅર બનતી કોઈ રોકી નહીં શકે. પરંતુ એજ્યુકેશનમાં કંઈક ખામી રહી ગઈ હશે તો કરિઅર બનવામાં ઘણા બધા અવરોધ આવી જાય એવું બને. યુવાનીમાં સંઘર્ષ અને સફળતા એક સિક્કાની બે બાજુઓ હોવાનો અહેસાસ થઈ જતો હોય છે. સંઘર્ષની સાથે જ વ્યક્તિએ સફળતાનું લક્ષ્ય પણ નક્કી કરી રાખવું જોઈએ. મહાન વ્યક્તિઓની લાઈફ-સ્ટોરીઝ પરથી આપણને સંઘર્ષ કરીને સફળતા મેળવવાની પ્રેરણા અવશ્ય મળે છે.