ધક ધક ગર્લ -ભાગ ૧૨

(87)
  • 6.3k
  • 5
  • 2k

મોડી સાંજે સ્વામીના ઘરે ડીનર લઈને હું પાછો હોટલ પર આવી ગયો. પણ રૂમ પર આવ્યો એટલે સ્વામીની વાતનું ચક્ર મારા મગજમાં હવે પુરજોશમાં ફરવા લાગ્યું. અનાયાસે જ મારી જાતને મારાથી સ્વામીની જગા પર મુકાઈ ગઈ. મમ્મી-પપ્પાનાં ચહેરા નજર સમક્ષ આવતા રહ્યા. હું તેમનો એકનો એક દીકરો. સમજો મને પણ જો સ્વામીની જેમ જ ઘરવાળાઓના વિરોધનો સામનો કરવો પડે અને મારે પણ અલગ જ રહેવાનો સમય આવે તો શું હું ખુશ રહી શકીશ તેમના વગર મને જાકારો તો તેઓ આપી દેશે..અથવા હું મારી મેળે જ ઘરમાંથી નીકળી જઈશ પણ મારા ગયા પછી તેઓ ખુશ તો નહીં જ રહે ને..! . આગળનો વિચાર કરવો પણ મને અસહ્ય લાગતો હતો. પપ્પાની નોકરી હોત તો અત્યારે રીટાયરમેન્ટનો સમય આવી ગયો હોત. મમ્મીની તબિયત પણ અવારનવાર ડાઉન જ રહે છે. જેમ મને એકલા રહેવાની ટેવ નથી તેમ તેઓ બંનેને પણ મારા વગર રહેવાની ટેવ તો નથી જ. ધડકન માટે ઘર છોડતી વખતે પપ્પાનું પડી ગયેલું મોઢું શું હું જોઈ શકીશ મમ્મીની આંખના આંસુ શું મારાથી બર્દાશ્ત થશે . . ધક ધક ગર્લ.. નિર્દોષ પ્રેમની મૂંઝવણભરી પ્રેમ-કથા.