જામો, કામો ને જેઠો

(25)
  • 4.3k
  • 4
  • 1.5k

સૌરાષ્ટ્ર સ્પેશિયલ : છેલ્લે એ મોજ કરી કે, ( ફળિયામાં ઢોલિયો ઢાળીને સૂવાનો રોમાંચક આનંદ લેવો – સવારે બા દ્વારા મોરસની ચાસણીમાં પ્રેમનું દૂધ મળવું – બપોરે અન્નકૂટ જેવો થાળ ખાઈને ગામની મોટી નિશાળે જવું – ક્રિકેટ રમીને સોનગઢના રસ્તે આર.કે.પાઉંભાજી ખાવા નીકળવું – રાત્રે ફરીથી ગામના પાદરમાં મળવું – પાણીની ટાંકી પર ચડીને સમગ્ર ગામને જોવું – ક્રિષ્નાની યાદ આવવી ) વાડી, રમત અને સૌરાષ્ટ્ર : સમાનાર્થી આ રમતોમાં આકાશ જેવી વિશાળતા અને ધરતી જેવી વ્યાપકતા હતી. મુક્ત રમતો હતી. તેમાં જીતવું એ પણ ગર્વ સમો આનંદ હતો. આપણી સંસ્કૃતિને ઉજાગર કરનારી રમતો હતો. એ સમયે રમતી વખતે પંચમહાભૂતોમાં અમે પોતે એકરસ થઈ જતા. ધૂળની સાથે દોસ્તી, પવન સાથે વાતો, અગ્નિ સાથે ભાણું, આકાશ સમી ચાદર અને પ્રકાશ સમી શારીરિક તેજસ્વિતા. સાદગી, સંઘભાવના અને સુમેળભરી રમતો રમવાની મજા જ અલગ હોય છે.