આ વતનની વાત છે. બાળપણની વાત છે. બાળપણના ભાઈબંધની વાત છે. એ દિવસોની વાત છે કે જે દિવસોમાં અનેક તકલીફો હોવા છતાંય મજા આવતી હતી. આ વાર્તામાં કેટલાય ગામઠી શબ્દો જાણી જોઈને ઉપયોગમાં લીધા છે. એ શબ્દો પણ છૂટા પડી ગયેલા જૂના ભાઈબંધો જેવા છે. એક સમયે જે શબ્દો વહેંત દૂર લગતા હતા એ શબ્દો આજે જોજનો દૂર લાગે છે. તો પધારો મારે ગામ! -યશવંત ઠક્કર