સેવન ડેઝ, સિક્સ નાઇટ-૮

(18)
  • 4.7k
  • 1
  • 1.2k

કેરળમાં મુસાફરી કરવી અને રાત્રે મુસાફરી કરવાની ફરજ પડે એતો જાણે કોઈ સ્વાદિષ્ટ વ્યંજન મોઢેથી ખાવાને બદલે પેટ સુધી કોઈ નળી વાટે પહોંચાડવા જેવું થયું! સેન્ચુરીમાં આવેલ આ ટાયગર રિઝર્વ, ભારતની સાત અજાયબીઓમાં ગણાય છે, આ સેન્ચુરીમા વાઘ સિવાય જંગલી હાથી, જંગલી પાડા, મોટા કદની મલાબાર ખિસકોલી, જંગલી સૂવ્વર, જાત જાતના હરણ, નોળિયા ઊપરાંત સૌથી ધીમી ગતિ માટે દુનિયામાં મશહૂર સ્લોથ જાતિનું રીંછ ખાસ આકર્ષણ છે. અને બીજી એક ખાસ વાત ઊડીને આંખે વળગે એવી એ હતી કે દરેકે દરેક ગામમાં ચર્ચ દેખાતું હતું પણ મંદિર કોક જ્ગ્યાએ જ દેખાયું. છેવટે કોચી પહોચ્યા ત્યારે સાંજના ચાર થવા આવ્યા હતા, કોચીમાં પ્રવેશતાં જ દરિયાની ખાડીમાંથી આવતા ખારા પવનમાં ભળીને આવતી માછલીની ખુશ્બૂએ મનને તરબતર કરી દીધું. ખુશ્બૂ એક શુધ્ધ શાકાહારીને માટે માછલીની ગંધ એ ખુશ્બૂ ના, કશીક ભૂલ નથી થતી, સભાનપણે આ શબ્દ અહીં લખાયો છે અને એનાં કારણો છે!