અમુક સંબંધો હોય છે -2

(112)
  • 5.8k
  • 10
  • 1.6k

દિવાળીની રાત્રે જાનવી આંગણામાં દોરેલ રંગોળીમાં પોતાના સપનામાં રંગો ભરી રહી હતી અને સુંદર જીવનની કલ્પના કરી રહી હતી. ત્યાં જ અચાનક તેમની આંખ સામે દેવાંગનું ભવિષ્ય તરી આવે છે.તેને દેવાંગની ખુબ ચિંતા સતાવે છે માટે તે દેવાંગને ફોન કરી વાત કરવાની કોશિસ કરે છે પણ દેવાંગ આતશબાજીમાં મશગુલ હતો તે જાનવી સાથે વાત તો કરે છે પણ જાનવીની વાતને ગંભીરતાથી નથી લેતો. જાનવી આખી રાત દેવાંગના ભવિષ્યના વિચારોમાં વિતાવે છે. સવાર પડતા તે દેવાંગને અસંખ્ય મેસેજ કરે છે. મેસેજમાં તે હમેશાને માટે આનંદી સાથેના સંબંધ પર પૂર્ણવિરામ મુકવાની સલાહ આપે છે. અસંખ્ય મેસેજ વાચ્યા બાદ દેવાંગ જાનવીને મેસેજમાં જ વળતો જવાબ આપે છે _ “તું મને સલાહ આપનાર કોણ મેં તને પહેલા પણ કહ્યું હતું કે કોઈ મારી અને આનંદી વચ્ચે આવે તે મને બિલકુલ પસંદ નથી. આજ પછી મને કદી ફોન કે મેસેજ પણ ન કરતી”. અત્યાર સુધી જે વ્યક્તિનો એક નાનો અમથો મેસેજ જાનવીના ચહેરા પર સ્મિત ફરકાવતો આજે એ જ વ્યક્તિનો એક નાનો મેસેજ તેને સ્વાર્થી બનવાની સલાહ આપતો હતો. મેસેજ વાચતા જાનવીને ખુબ મોટો આઘાત લાગે છે તે પોતાનો ચહેરો ઓશીકામાં છુપાવીને ખુબ રડે છે. આસપાસ એવું કોઈ ન હતું કે જે તેને શાંત પાડી શકે. થોડીવાર બાદ તે પોતે જ પોતાની જાતને સંભાળે છે અને દેવાંગને મેસેજમાં જ પૂછે છે_