જામો, કામો ને જેઠો

(33)
  • 5.7k
  • 3
  • 1.5k

કાઠિયાવાડની મોજ (ક્રમશ:) છેલ્લે એ મોજ કરી કે, ( મમ્મી-પપ્પ્પાની શિખામણોને ધ્યાનમાં રાખીને બસમાં બેઠો – રસ્તામાં તારાપુર ચોકડી પાસે ડાકોરના ગોટા ખાધા – નારી ચોકડી સોનગઢ થઈને બજુડના પાટિયે પહોંચ્યો – છકડા ચાલક સાથે અન્ય વાતો – બા-દાદા ની સાથે વાતો – દાદાનું ખમણ અને જલેબી લઇ આવવું – બા ના હાથનું ભાતું અને વાળું કરવું – બાજુમાં લક્ષ્મણ દાદાના પૌત્રો અંકિત અને પ્રશાંત સાથે બીજે દિવસે સોનગઢ આર.કે. ની પાઉંભાજી ખાવા જવાનું નક્કી થવું – ફળિયામાં ખાટલો ઢાળીને સૂવું ) આગળ મોજ કરીએ ચાલો, પ્રશાંત અને જયસુખની ગાડી લઈને અમે સોનગઢ ગયા. બજુડ અને સોનગઢ વચ્ચે લગભગ તેર કિલોમીટર જેટલું અંતર. સોનગઢના બસ-સ્ટેન્ડ આગળ જ પેટ્રોલપંપ સામે આર.કે. પાઉંભાજી છે. સોનગઢ પહોંચતા અંધારું થવા આવ્યું હતું. થોડા-થોડા અજવાળામાં બલ્બનો પીળો પ્રકાશ દૂરથી સજીવ-નિર્જીવના મિશ્રણ જેવો લાગતો હતો. કોઈ ચિત્રકાર માટે પરફેક્ટ જગ્યા કહી શકાય, તેવી આર.કે.પાઉંભાજીની જગ્યા ! ખુલ્લામાં એક મોટી હોસ્પિટલની દીવાલ પાસે એક નાની લારી પર પોતાનો સમાન ગોઠવીને આર.કે.પાઉંભાજી ઉભી હતી. ‘ચાર - આખી’નો ઓર્ડર આપ્યા પછી અમે ખાટલા પર બેઠા. ખાટલાપર લાકડાનું એક પાટિયું મુક્યું હોય. તેના પર કાંદા-લીલું લસણ, લીલી ચટણી અને લસણની લાલ ચટણી હોય. એક મોટી થાળીમાં ‘ચાર આખી’ના ઓર્ડર મુજબ પાંવ મૂક્યા. “કાકા, સુરતથી મે ’માન છે. જોર બનાવજો.” પ્રશાંતે કાકાને કહ્યું. “ફરસાણ, તારે મને નો કે’વું પડે ! તું તારે ઝપટ બોલાવ. સાય્શ ઝોઈ એટલી માંગી લેઝે. હજી હમણાં જ ઝાડી રગડા ઝેવી બનાવીને લાય્વો સું ઘેરથી !” પ્રશાંતને બધા ‘ફરસાણ’ જ કહેતા. તેનું નામ બોલતા કોઈને ન આવડે. મને ‘લાલા’ સિવાય બીજા કોઈ નામથી બોલાવવામાં આવતો નહિ. વિચિત્ર નામકરણ થયું હોવાને લીધે મારું નામ ઘણાને જીવનભર બોલતા આવડયું જ નહિ. છેવટે, ગરમા-ગરમ ભાજી ભરેલી ચાર ડિશ ખાટલા પરના લાકડાના પાટિયા પર ગોઠવાઈ ગઈ. મોટાં ગ્લાસમાં છાસ પીરસાઈ. જાને પોતાના ઘરે જ ભોજન લેતા હોઈએ તેવી રીતે જ પીરસવામાં આવ્યું. ફૂદીનાની લીલી ચટણી તેમાં બોમ્બેનો ટેસ્ટ ભેળવતી હતી. લસણની લાલ ચટણીમાં સુરતની લસણીયા પાઉંભાજીનો આસ્વાદ જીભે ચડતો હતો. તેમાં પણ જયારે લીંબુનું સાથે આવે કટકું નાખ્યું ત્યારે તેનો મિજાજ જ બદલાઈ ગયો. ફૂલ ભાજી સાથે ચાર પાંવ આવતા હતા. ત્યાં પાંવને વચ્ચે કટ લગાવીને તેમાં લસણ અને ફુદીનાની ચટણી મિશ્ર કરીને તેને તળતાં. એકલું પાંવ પણ અફલાતૂન લાગે. લિમિટેડ જમણમાં ‘અનલિમિટેડ ડિશ’ની મજા લીધી. જતાં-જતાં કાકા એ ફરી એક છાસનો આગ્રહ કર્યો. ભરપેટ જમીને ફરી બજુડના પાટિયે પહોંચ્યા. ત્યાં ખાટલે ગોળીવાળી સોડા પીધી અને ત્યાંથી ગામના પાદર ગયા. ત્યાંથી છૂટા પડ્યા અને ફરી સાંજે નવ વાગ્યા પછી મળવાનું નક્કી કર્યું.