લિખિતંગ લાવણ્યા પ્રકરણ 8

(137)
  • 7.3k
  • 3
  • 2.7k

લિખિતંગ લાવણ્યા પ્રકરણ 8 ધારાવાહિક લઘુનવલ આવો પ્રકરણ 8 વાંચીએ, પણ એ પહેલા યાદ કરી લઈએ કે.. લાવણ્યાની ડાયરીમાંથી મળેલા ચાર છૂટા પાનામાં એવી ઘટનાનું વર્ણન હતું જે લાવણ્યાની ગેરહાજરીમાં બની હતી અને લાવણ્યાને કદાચ મોડેથી ખબર પડી હશે તેથી એણે એ પાના પાછળથી ઉમેર્યા હશે. લાવણ્યા દુકાન ખરીદવા માટે રકમની જોગવાઈ હરવા એક દિવસ માટે પિયર ગઈ. કામેશ ઉઘરાણી માટે ઘરે આવ્યો. ઉમંગભાઈ ચંદાબાનો સંતાનહીનતાનો ટોણો સાંભળી અકળાયેલા હતા, ત્યાં જ કામેશ જેવા ટપોરીએ એમને છંછેડ્યા. તરંગ અને પપ્પા આવ્યા ત્યાં સુધી મામલો ગરમાઈ ચૂક્યો હતો અને ઉમંગભાઈએ રિવોલ્વરની બે ગોળી છોડતાં કામેશ ઢળી પડ્યો. સૌ સ્તબ્ધ થઈ ગયા. તરંગના ઉધારીના કારનામાને કારણે ઉમંગભાઈથી હત્યા થઈ ગઈ. ચંદાબાએ એમની કડવી વાણીના તાતાં તીર વરસાવ્યા અને અચાનક પપ્પાએ પોલિસ સ્ટેશન ફોન કરી કહી દીધું કે મારા દીકરાને હાથે હત્યા થઈ ગઈ છે. હા, મારા નાના દીકરા તરંગના હાથે કામેશની હત્યા થઈ છે. તરંગે ચૂપચાપ ઉમંગભાઈનો ગુનો પોતાને માથે ઓઢી લઈ મનોમન પરિવાર સાથેનો ઋણાનુબંધ પૂરો કર્યો. આ બધાથી બેખબર લાવણ્યા પિયરથી આવી ત્યારે શું થયું લાવણ્યાની સામે ઘટના કેવી રીતે રજૂ થઈ એ વાંચો આઠમા પ્રકરણમાં..