પુરાતનકાળમાં ગ્રીક સંસ્કૃતિમાં પ્રેમી યુગલોની કેટલીક અપ્રતિમ દંતકથાઓ ખૂબ પ્રચલિત હતી. એ યુગનાં ભૌગોલિક પાત્રો અને પારંપરિક દેવી - દેવતાઓની પુરાણકથાઓ પૈકી કેટલીક પ્રેમલ જોડાંઓની વાયકાઓ પણ સદીઓથી લોક પ્રચાર પામેલ છે. એમાંની કોઈ વિરહરસને તરફેણ કરે છે તો કોઈ અસીમ સુખાકારીને પામે છે. પશ્ચિમિ સંસ્કૃતિનાં અમર આ ઓર્ફિયસ અને યુરિડિસ એક કપોલકલ્પિત જોડું કે જેની સેંકડો વર્ષોથી પ્રેમગાથા હજુએ પ્રવર્તમાન છે. અહિં, સૂરોની સાધનામાં લીન એવો ઓર્ફિયસ એની વાગ્દત્તા સમી પત્ની યુરિડિસનાં મૃત્યુ બાદ એને ફરી પામવા શું ને શું કરે છે! અજોડ પ્રેમલ લાગણીને પામીને પ્રિય પાત્રનો વિરહ સાંપડે ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાય છે અને પ્રિયજનને ફરી મળી શકાય છે કે નહિં એ વાંચવું રોચક રહેશે. -કુંજલ પ્રદીપ છાયા kunjkalrav@gmail.com