ધક ધક ગર્લ - ૧૧

(86)
  • 6.6k
  • 7
  • 2.1k

ધડકન આ જો. આપણે જો સાચે જ એકબીજાના પ્રેમમાં પડ્યા હોઈશું..કે પછી હવે એકમેકના પ્રેમમાં પડીશું તો..તો પછી આગળ શું વૉટ નેક્સ્ટ છેલ્લે ફરી પાછો તે જ..મારી અને તન્વી વચ્ચેનો પ્રોબ્લમ જ..અહીં આવીને ઉભો રહી જશે. મારા પેરેન્ટ્સ ક્યારેય આ મેરેજને પરવાનગી નહીં આપે. તો લેટ્સ નોટ હરી તન્મય. આપણે સરખો વિચાર કરીએ. આપણને કોઈ જ ઉતાવળ નથી. તું પરત આવ પુના. આપણે મળીએ એટલે વાત કરીશું. ઓકે ઓહ.. ધીસ વીલ હર્ટ અસ બોથ તન્મય. મને એવી કોઈ ટાઈમપાસ કમીટમેન્ટ નથી જોઈતી. આ પાર કે પેલે પાર. જે કંઈ આપણે બેઉ મળીને નક્કી કરીએ તે જ ફાઈનલ હશે. ગુડ નાઈટ તન્મય.” ગુડ નાઈટ..! -બહુ મોટી પીડા સાથે મેં ગુડ-નાઈટ લખ્યું. અને તેથીય મોટી તકલીફ સાથે મેં આગળ કંઈ જ ન લખતા અમારી ચૅટ ત્યાંજ બંધ કરી. બહાર વરસાદની રમઝટ વધી ગઈ હતી. બારીના કાંચ પર પાણીના ટીપા અથડાઈ અથડાઈને નીચે સરકતા જતા હતા. એકએક મનમાં વિચાર આવ્યો કે હમણાં ને હમણાં જ ઘરે ફોન કરીને કહી દઉં કે કાં તો ધડકનને સ્વીકારી લો અથવા હું ઘર છોડીને જાઉં છું. અહીં બેન્ગ્લોરમાં મારે સિર્ફ એક જ શબ્દ કહેવાની જરૂર છે ને તેઓ મને હસતા હસતા અહીં ટ્રાન્સફર આપી દેશે. હું અને ધડકન આરામથી અહીં આનંદ-કિલ્લોલથી રહી શકીશું. આટલા વખતમાં પહેલી જ વાર મને મારા ઘરવાળાઓ પર આટલો પ્રચંડ ગુસ્સો આવ્યો હતો.