અઢી અક્ષરનો વ્હેમ -ભાગ ૧૬

(48)
  • 6k
  • 11
  • 1.2k

વાંચકોમિત્રો, શ્રી અજયભાઈ પંચાલનો રંગારંગ એપિસોડ આપણે સૌએ ગયા અઠવાડિયે વાંચ્યો. શૃંગારિક લેખનશૈલી જેમની ખાસિયત છે, તેમ જ આસપાસના વાતાવરણનું અથવા ઘરના રાચરચીલાનું, કે પછી પોશાક અને દેખાવનું સુંદર સવિસ્તાર વર્ણન કરવું પણ જેમની એક બીજી ખાસિયત પણ છે એવા અજયભાઈએ અનિકેતના સ્નાનાગરનું ખુશનુમા વર્ણન કરીને તેમના પ્રકરણની શરૂઆતમાં જ એક અહલાદ્ક વાતાવરણ ઉભું કરી દીધું. ત્યાર બાદ અચાનક જ એક્સેલેટર દબાવીને તેમણે વાર્તાને એવી આગવી સ્પીડ આપી દીધી કે તે ઝડપથી સડસડાટ આગળ વધવા માંડી. રેનબો-બાર, કે જ્યાં વાર્તાના અનેક મહત્વપૂર્ણ બનાવો બન્યા છે, અને હમેશા તે એક ઇવેન્ટફૂલ જગ્યા રહી છે, ત્યાં જ અજયભાઈએ મોટાભાગના પાત્રોને લાવીને ભેગા કર્યા અને અફલાતૂન રીતે વાર્તાને ક્લાઈમેક્સ પર લાવીને મૂકી દીધી છે. આમ ખુબ જ સંતોષજનક રીતે અજયભાઈએ પોતાનો એપિસોડ પૂરો કર્યો, તો હવે વાર્તાનું સમાપન કરવાનું કાર્ય મારા ભાગમાં આવ્યું છે. વાર્તાના ઉત્તરાર્ધમાં ખુબ બધા બનાવો બનતા હોવાને કારણે પાછલા અમુક લેખકોએ પોતાના પ્રકરણોમાં ઘણું બધું સમાવવાનો પ્રયત્ન કર્યો હતો અને આમ કરવા જતા તેમના એપીસોડની લમ્બાઈ પણ ખાસ્સી એવી વધી પણ ગઈ હતી. તે છતાંય મારા મતે હજુયે ઘણું બાકી રહી ગયું છે કે જે મારે આ છેલ્લા પ્રકરણમાં સમાવવાનું છે, તો આ પ્રકરણની લંબાઈ પણ વધુ જ રહેવાની. પ્રામાણિક પ્રયત્ન તો મેં કર્યો જ છે પણ તે છતાંય..તેમાં હું કેટલો સફળ રહ્યો છું તે તો આપ સૌનાં પ્રતિભાવો જ કહેશે. તો આવો વાંચો આ વાર્તાનું સમાપન-પ્રકરણ..!