ગાંધીવિચારમંજૂશા - 3

  • 4.2k
  • 2
  • 1.4k

ગાંધીવિચારમંજૂષા : ગાંધીજી અને તેમના વિચારો વિશે નાનુ મોટું લખાયા જ કરે છે. તેથી જ્યારે કોઈ નવું લખાણ આવે તો પ્રશ્ન થાય તે ‘આ કઈ રીતે જુદું પડે છે ’ અથવા ‘તેની શું ઉપયોગિતા ’ મુદ્દો અસ્થાને છે. ગાંધીજી જેવા યુગપુરુષ યુગો-યુગોમાં જ અવતરે અને માનવના માનવીય વ્યવહાર માટે દીવાદાંડીરૂપ હોય. દીવાદાંડીના દીવાને પણ સતત પ્રકાશિત થવા ઊર્જાનવીનીકરણની જરૂર પડે. સમયાંતરે તેમના વિશે લખાયા કરે તે સહજ પ્રક્રિયા છે. નવી પેઢી નવી સમજ અને નવી શૈલીમાં એ મૂળ વિચારોને પ્રકટ કરે તો તાજગી આવે. શર્ત એ છે કે મૂળ છૂટી ન જવું જોઈએ. પ્રસ્તુત પુસ્તકમાં લેખકે ગાંધીજીના પાયાના દર્શન અને વિચારોને સાર સ્વરૂપમાં રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. કોઈ વિશેષ વાચક વર્ગ તેમના મનમાં હોય તેવું જણાતું નથી કારણ કે લખાણોમાં લેખક ગાંધીદર્શન અને વિચાર પરત્વે શું સમજ્યા છે, અને કઈંક જગ્યાઓએ મૌલિક અર્થઘટન કરી અને તેને ટૂંકમાં અને સરળ રીતે કેમ રજૂ થાય તે અંગેની સારી મથામણ કરી છે. ગાંધીદર્શન અને વિચારને લેખક બૌદ્ધિક સ્તરે ઠીક ઠીક પકડી શક્યા છે. આ પુસ્તક ગાંધીવિચારના એક ટૂંકા પરિચય તેની ગરજ સારે એવું છે અને તેથી તે કિશોરાવસ્થા અને તેથી ઊપરના દરેક વયના લોકો માટે ઉપયોગી સિદ્ધ થાય એમ છે. લેખક અભિનંદનને પાત્ર છે. -પ્રો. સુદર્શન આયંગાર કુલનાયક, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ