ન્યુ જર્સી સિટીમાં ઝળહળ કસુંબી

(15)
  • 5.7k
  • 5
  • 1.2k

આ લખાય છે ત્યારે વિજયાદશમી છે, ઇમેઇલ, વ્હોટસેપ, ફેસબુક ઉપર શુભ વિજયાદશમીના સંદેશા છે. ગગનવાલાની હવેલીની સામે ‘ઇન્ડિયા સ્ક્વેયર’માં જર્સી સિટીના મેયર સ્ટીવન ફુલોપના હુકમથી કન્સ્ટ્રક્શન વર્કરોએ રાતદિવસ પસીનો પાડીને નુવર્ક એવેન્યુનો અરધા કિમિ જેટલો રસ્તો ડામર મઢીને રળિયામણો કરી દીધો છે, જેની ઉપર નવરાત્રિની મોસમમાં રાતે જર્સી સિટીના ગુજરાતીઓ દાંડિયા ટકરાવે છે. કિનારે ઊભેલા સ્થાનિક અમેરિકનો ડોળા ફાડીને અબરખી અંગરખાં કે સાડી સેલાંમાં લપેટાયેલાં સોનેરૂપે મઢેલાં, જુવાન બેલડાંની ઊર્જાના ફુવારાના ફોટા પાડે છે.