તારે કોઈ વાત સમજવી છે કે નહીં

(57)
  • 6.8k
  • 12
  • 1.3k

સમજ એટલે શું સમજની કોઈ વ્યાખ્યા ખરી કેટલી આવડત હોય તો માણસ સમજદાર ગણાય સમજણ ઉંમરથી આવે અનુભવો માણસને સમજદાર બનાવે છે આ અને આવા બીજા સવાલ પૂછે તો દરેક માણસ પોતાની રીતે જવાબ આપે. તેનું કારણ એ છે કે દરેક માણસ પોતાના પૂરતો સમજુ હોય છે. સમજદારી વિશે સવાલો અને વિવાદો થતા રહે છે. તેનું કારણ એ હોય છે કે એક વ્યક્તિની સમજદારી બીજી વ્યક્તિ કરતાં જુદી હોય છે.