અજાણ્યો પ્રેમ

(28)
  • 4k
  • 6
  • 1.1k

શબ્દસેતુ – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ અજાણ્યો પ્રેમ ભલે વસે પરદેશ સજનવા, નજર કને હમ્મેશ સજનવા, નવા નવા ઉન્મેશ સજનવા, મળે અજબ અંદેશ સજનવા. નથી કશે ને સઘળે ભાળું, ખરા ધર્યા ત્હે વેશ સજનવા. ફક્ત અઢી અક્ષરને ખાતર, ગ્રંથ ભરી સંદેશ સજનવા. હવે ફક્ત નકશાનાં ટપકાં, હવે ન એક દેશ સજનવા. હવે હજારો નામ ઠામ છે, હતો એક રાજેશ સજનવા રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ અમે એને ‘મોટી’ કહેતા હતા. મોટી અમારા કરતાં ઉંમરમાં ખૂબ મોટી. લગભગ ૨૦-૨૫ વર્ષ. મોટી એટલે ડિસિપ્લીન, ચોખ્ખાઈ. રવીન્દ્રનાથ ટાગોર, પ્રેમચંદ, કબીર, તુલસીદાસ, શેક્સપિયર, નિરાલાજી વગેરેની વાતો કરતી. કવિતાઓ સંભળાવતી. ૭૫મા વર્ષે મૃત્યુ પામી. તે કુંવારી હતી. આજે